*ફેસબુક દ્વારા વર્ચ્યુઅલ લાઈફ જીવવાનો અતિરેક વધી રહ્યો હોય ત્યારે તેના પર
સિક્યોરિટી માટેની અમુક બાબતો ઉપર પણ ધ્યાન રાખવું જરૃરી છે તો આવો નજર કરીએ
તેના પર...*

** નબળો પાસવર્ડ ન રાખવો*

તમારા ફેસબુકના એકાઉન્ટનો પાસવર્ડ ક્યારેય નબળો ન રાખો. જો કે કોઈ પણ ઓનલાઈન
એકાઉન્ટ માટે સ્ટ્રોન્ગ પાસવર્ડ જ રાખો. ડિક્શનરીમાં સહેલાઈથી મળી શકે તેમ જ
જલદીથી યાદ રાખી શકાય તેવા શબ્દોને પાસવર્ડ તરીકે ઉપયોગ કરવાનું ટાળો. પાસવર્ડ
બને ત્યાં સુધી ૮ આંકડાનો રાખો તેમ જ નંબર, સિમ્બોલ અને અક્ષરોનું મિશ્રણ કરી
તેને મજબૂત બનાવો.

** સંપૂર્ણ જન્મતારીખ ન મૂકવી*

ઈ-ચોર માટે માહિતી ચોરી કરવાનો સૌથી આદર્શ ટાર્ગેટ છે તમારી જન્મતારીખ. ઓનલાઈન
નહીં પરંતુ તમારા ઓફલાઈન કાર્યોમાં પણ અજાણ્યા શખ્શ માટે તમારી જન્મતારીખની
જાણકારી મુસીબત બની શકે છે. ક્રેડિટ અને ડેબિટ કાર્ડની માહિતી ચોરવા તેમ જ તેનો
એક્સેસ મેળવવા માટે સૌથી ઉપયોગી એવું પરિબળ જન્મતારીખ બની શકે છે. માટે જો તમે
તમારી ફુલ બર્થ-ડેટ ફેસબુક પર મૂકી હોય તો તેને એડિટ કરીને ફક્ત તારીખ અને
મહિનો રાખીને મૂકો. બને ત્યાં સુધી જન્મતારીખ દર્શાવવાનું જ ટાળો.

** અંગત માહિતીને સિક્યોર રાખો*

ફેસબુક પર મોટાભાગના લોકો રોજબરોજની પ્રવૃત્તિ સાથે પ્રસંગોની પણ માહિતીઓ અને
ફોટો ભરપૂર પ્રમાણમાં મૂકતાં હોય છે. ફેસબુકમાં દરેક માહિતીને મર્યાદિત લોકોને
મર્યાદિત માહિતીનો એક્સેસ આપવાના સેટિંગ્સ ઉપલબ્ધ છે જેનો ઉપયોગ કરો. ફોટો,
બર્થ-ડેટ, રિલિજિયસ વ્યૂઝ અને પરિવારની માહિતી જેવી માહિતી મર્યાદિત લોકો સાથે
જ શેર કરો તેવાં સેટિંગ્સ કરો. જેમાં ફક્ત તમે, ફ્રેન્ડ અથવા તો ફ્રેન્ડ્ઝના
ફ્રેન્ડ એમ કોણ કોણ માહિતી જોઈ શકે તેનાં સેટિંગ્સ કરી શકો છો. જ્યારે તમારા
ફોન નંબર, ઘરનો નંબર કે એડ્રેસ બને ત્યાં સુધી કોઈ પણ એક્સેસ ન કરી શકે તેમ
રાખો.

** તમારાં બાળકોનાં નામ ન મૂકવાં*

ફેસબુકમાં તમારી પ્રોફાઈલની માહિતીમાં તમારાં બાળકોનાં નામ ન મૂકો. તેમ જ કોઈ
પણ પ્રકારના ફોટોમાં પણ તેમના નામ ટેગ કરીને ન રાખો. જો એમ કર્યું હોય તો તુરંત
જ ત્યાં એડિટ કરી તેને રિમૂવ કરી દો. જો અન્ય કોઈએ તમારા બાળકનાં નામ ફોટોમાં
ટેગ કર્યાં હોય તો તેને દૂર કરવા માટે કહો. અજાણ્યા શખ્સ માટે તમારાં બાળકોનાં
નામની જાણકારી કેટલીક વખતે તકલીફને આમંત્રણ આપી શકે છે.

** તમે ઘરમાં નથી તેવો મેસેજ ન મૂકવો*

પળેપળની માહિતી ફેસબુક પર અપડેટ કરવા માટે ઘેલા બનેલા યુઝર માટે ખાસ શિખામણ છે
કે દરેક વાતોને ફેસબુક પર જાહેર ન કરો. આમ કરવાથી તમારા મિત્રો સિવાય અજાણી
વ્યક્તિઓ તમારા પર સહેલાઈથી નજર રાખી શકે છે. ઘણાં લોકોને આદત હોય છે કે જ્યારે
તેઓ વેકેશન મનાવવા કે અન્ય કામથી બહાર જાય એટલે મેસેજ અપડેટ કરતાં હોય છે કે “no
one’s home, see you in July” આ પ્રકારની માહિતી ઘરમાં કોઈ નથી તેવો મેસેજ આપી
ચોરને ઘરે ચોરી માટે આમંત્રણ આપવા સમાન બની શકે છે.

** સર્ચ એન્જિન પર તમારી ફેસબુક પ્રોફાઈલ મળવી*

અજાણી વ્યક્તિઓ તમારી ફેસબુક પ્રોફાઈલ ન જુએ તેવું બને ત્યાં સુધી ટાળવા માટે
તમારા પ્રોફાઈલ સેટિંગ્સમાં ફ્રેન્ડ્સ અને ફેસબુક સિવાય અન્ય કોઈ વેબસાઈટ સર્ચ
ન કરી શકે તેવાં સેટિંગ્સ કરો. આ માટે ફેસબુકના પ્રોફાઈલ પેજના પ્રાઈવસી
સેટિંગ્સમાં જઈને ફ્રેન્ડ્સ અને ફેસબુકનું ઓપ્શન સિલેક્ટ કરો. ખાસ કરીને ‘પબ્લિક
સર્ચ રિઝલ્ટ’ ઓપ્શન ચેક કરેલું ન હોય તે જોવું, કારણ કે તેનાથી અન્ય સર્ચ
એન્જિન પર પણ તમારું પેજ મળી શકે છે.

** ટીનેજર્સને ફેસબુકના વધુ પડતા ઉપયોગની પરવાનગી ન આપો*

ફેસબુકે આમ તો પોતાની સાઈટનો ઉપયોગ કરવા માટે ૧૩ વર્ષની ઉંમરની મર્યાદા રાખી
છે. તેમ છતાં આ ઉંમર ઈન્ટરનેટ યુગમાં પ્રવૃત્તિ માટે કદાચ કાચી પડી શકે તેમ છે.
તેમ છતાં આજની જનરેશનને કમ્પ્યુટર અને ઈન્ટરનેટથી દૂર રાખી શકાય તેમ નથી. તેથી
આ માટેનો સૌથી સારો ઉપાય છે કે જો તમારું બાળક ફેસબુક પર છે તો તેના ફ્રેન્ડ
બની જાઓ અને તેની દરેક હરકત પર નજર રાખો. તેમ જ તેની પ્રોફાઈલમાં તમારા
કોન્ટેક્ટમાં તમારું ઈમેલ એડ્રૂસ રાખો જેથી તેના નોટિફિકેશન અને અપડેટ્સ તમને
ઈમેલ દ્વારા મળતાં રહે.

બાળકો ફેસબુક પર માતા-પિતા આ સમયે ઘરે આવશે અને જશે તેવા મેસેજ ફ્રેન્ડ સાથે
શેર કરતાં હોય છે જે અન્ય વ્યક્તિઓને તમારા નિત્યકર્મની માહિતી પૂરી પાડે છે.
તો ફેસબુકના ફાયદાની સાથે ગેરફાયદા વધી રહ્યા છે ત્યારે તેના પર એક્ટિવ સાથે
સિક્યોર પણ રહેવું જરૃરી છે, કારણ કે વર્ચ્યુઅલ લાઈફને રિયલ લાઈફ જેટલી ઝાઝી
સમજ હોતી નથી.

भवदीय,
दीपेश

मेरा स्वप्न "अखंड भारत, समर्थ भारत, निरोगी भारत, प्रभावी भारत"

visit us at www.shivajimaharaj.org

-- 
You received this message because you are subscribed to the Google Groups 
"Skorydov MyTaxAssistant Member Group" group.
To post to this group, send email to skorydovmytaxassist...@googlegroups.com.
To unsubscribe from this group, send email to 
skorydovmytaxassistant+unsubscr...@googlegroups.com.
For more options, visit this group at 
http://groups.google.com/group/skorydovmytaxassistant?hl=en.

Reply via email to