મિત્રો,


સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી. અરદેશર ફરામજી ખબરદાર રચિત 
દેશભક્તિ કાવ્ય સંગ્રહ "રાષ્ટ્રિકા" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. ગુજરાત, ભારત , 
ગાંધીજી અને પ્રાચીન ગુજરાતી સાહિત્યકારોને અંજલિ આપતાં ૭૨ કાવ્યોનો આ સંગ્રહ છે.  
આ પરિયોજના ૦૧-૦૪-૨૦૧૪ ના દિવસે ચાલુ થઈ અને ૧૮-૦૪-૨૦૧૪ ના દિવસે તે પૂર્ણ થઈ છે. 

 

આ પરિયોજનામાં  અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ),  સતિષચંદ્રભાઈ પટેલ અને જયમ પટેલ(ભરૂચ), 
આર્નવ સોનારા (રંગીલો ગુજરાતી), ધવલભાઈ ભાવસાર (બારડોલી) અને સુશાંત (મુંબઈ)એ ભાગ 
લીધો હતો. સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.



 શ્રી. અરદેશર ખબરદારની આ રસપ્રદ કૃતિઓને વાંચવા ને માણવા સૌને આમંત્રણ છે. 
વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:



https://gu.wikisource.org/wiki/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE



સુશાંત સાવલા
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to