મિત્રો,


સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી. નરસિંહ મહેતા રચિત ભક્તિ 
કાવ્ય કથા "મામેરૂં" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. તેમની પુત્રી કુંવરબાઈના 
મામેરાના સમયની ઘટનાઓ અને તેમાં થયેલા પ્રભુ સહાયના અનુભવને આ કૃતિમાં દર્શાવવામાં 
આવ્યાં છે.  આ પરિયોજના ૩૧-૧૦-૨૦૧૪ ના દિવસે ચાલુ થઈ અને ૧૭-૧૧-૨૦૧૪ ના દિવસે તે 
પૂર્ણ થઈ છે. 

 

આ પરિયોજનામાં  અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), સતિષચંદ્ર પટેલ (ભરૂચ), દેવેન્દ્રસિંહ 
ગોહિલ (ભરૂચ) અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પરિયોજનાનું વ્યવસ્થાપન વ્યોમ 
(જૂનાગઢ)એ સંભાળ્યું હતું  



શ્રી. નરસિંહ મહેતાની આ પદ્ય ભક્તિ કથાને માણવા સૌને આમંત્રણ છે. વિકિસ્રોત પરની આ 
પુસ્તકની કડી:



https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87%E0%AA%B0%E0%AB%82%E0%AA%82



સુશાંત સાવલા
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to