મિત્રો,
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ઝવેરચંદ મેઘાણી રચિત કથા સંગ્રહ
"સૌરાષ્ટ્રની રસધાર - ૨" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૨૯-૦૭-૨૦૧૫ ના
દિવસે ચાલુ થઈ અને ૨૧-૦૮-૨૦૧૫ ના દિવસે તે પૂર્ણ થઈ છે. તેમાં અશોકભાઈ
વૈષ્ણવ(અમદાવાદ), કૃષ્ણકુમાર જે ઠાકર (અમરેલી) અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો.
પુસ્તકની સ્કેન કૉપી વ્યોમ અને અશોકભાઈ (જુનાગઢ)એ ઉપલબ્ધ કરાવી હતી તથા ફાઈલ અપલોડ
કરવામાં કાર્યમાં ધવલભાઈ વ્યાસે મદદ કરી હતી. તકનીકી બાબતે ચિરાયુ ચિરિપાલી મદદ
આપી હતી. સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.
લોકકથાઓને આધારે સૌરાષ્ટ્રના ઈતિહાસની ખોવાયેલી કડીને ગામડાઓમાંથી શોધીને લેખકે
ખૂબજ રસિક શૈલિમાં વાર્તાઓ ગુંથેલી છે. આ સુંદર પુસ્તકને વાંચવા આપ સૌને આમંત્રણ
છે. વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:
https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%8C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B0%E0%AA%B8%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0_%E0%AB%A8
આભાર.
સુશાંત સાવલા
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu