ભાઈઓ અને બહેનો,

ગુજરાતી વિકિપીડીયાના ચોતરા અને વિકિસ્રોતના સભાખંડમાં ઉપરોક્ત વિષય પર મૂકેલા
સંદેશા અનુસાર વિકિમીડિયા ફાઉન્ડેશન આ વર્ષે તેના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝમાં
'''કમ્યુનિટિ બોર્ડ સિટ્સ''' એટલે કે ફાઉન્ડેશનના બોર્ડમાં વિવિધ સમુદાયોના
કેટલા સભ્યો હશે તેના પર વિચારણા કરી ને કુલ બોર્ડ મેમ્બરોની સંખ્યા વધારવા જઈ
રહ્યું છે. આ પ્રસ્તાવની સાથે સાથે જુદાજુદા ભૌગોલિક વિસ્તારો અને સમુદાયોનું
યોગ્ય પ્રતિનિધિત્વ કેવી રીતે થઈ શકે અને ચૂંટણી પ્રક્રિયા કયા પ્રકારે કરવી
તે અંગે વિકિપીડિયનોનો અભિપ્રાય જાણવા માટેની કવાયત થઈ રહી છે. મેટા પર આ
અંગેની ચર્ચા તમે અહિં [1] જોઈ શકશો.

આપણે ગુજરાતી વિકિપીડિયાના અને વિકિસ્રોતના સભ્યો રવિવાર, ૭ માર્ચને દિવસે
ભારતીય સમય મુજબ બપોરે ૧૨ વાગે ગુગલમિટ દ્વારા ભેગા મળીને આ અંગે પોતપોતાના
મંતવ્યો રજૂ કરીએ એવો મારો પ્રસ્તાવ છે. એ મિટિંગમાં વિકિમીડિયા ફાઉન્ડેશનના
પ્રતિનિધિ User:KCVelaga [2] આપણી વચ્ચે ઉપસ્થિત હશે.

મિટિંગ આ રવિવાર, ૭ માર્ચ ૨૦૨૧ની બપોરે ૧૨ વાગ્યે યોજાશે
મિટિંગમાં જોડાવા માતે ગુગલમિટની આ કડી https://meet.google.com/ocv-stgm-syb.
[3] પર ક્લિક કરશો.
અને હા, મિટિંગમાં બધા જ ભાગ લઈ શકે તે માટે ચર્ચાની ભાષા ગુજરાતી રહેશે.

આશા રાખું કે આપણે સહુ સક્રિય સભ્યો આ મિટિંગમાં જોડાઈએ.

સાભાર,
ધવલ સુ. વ્યાસ

[1].
https://meta.wikimedia.org/wiki/Wikimedia_Foundation_Board_of_Trustees/Call_for_feedback:_Community_Board_seats/Ranked_voting_system
[2] https://meta.wikimedia.org/wiki/User:KCVelaga
[3]  https://meet.google.com/ocv-stgm-syb.
_______________________________________________
Wikipedia-gu mailing list
Wikipedia-gu@lists.wikimedia.org
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to