પ્રિય વિકિસ્રોત સંપાદક,

ગત વર્ષની ઇન્ડિક વિકિસ્ત્રોત પ્રૂફરીડથોનમાં તમારા સહયોગ અને સમર્થન માટે
આભાર સહ અભિનંદન. CIS-A2K આ વર્ષે ફરીથી ઓનલાઇન ઇન્ડિક વિકિસોર્સ પ્રૂફરીડથોન
ઓગસ્ટ ૨૦૨૧નું આયોજન કરી રહ્યું છે, જેથી આ વર્ષના ભારતીય સ્વાતંત્ર્ય પર્વમાં
આપણા પ્રશિષ્ટ ભારતીય સાહિત્યને ડિજિટલ ફોર્મેટમાં સમૃદ્ધ બનાવી શકાય.

જરૂરિયાતો

   - *પુસ્તકસૂચિ*: પ્રૂફરીડ કરવા માટેના પુસ્તકોની યાદી. કૃપા કરીને અમને
   તમારી ભાષાના પુસ્તકો પસંદ કરવામાં મદદ કરો. આ પુસ્તક યુનિકોડ ફોર્મેટ કરેલા
   લખાણ સાથે કોઈ ત્રીજા પક્ષની વેબસાઇટ પર ઉપલબ્ધ ન હોવું જોઈએ. કૃપા કરીને
   પુસ્તકો એકત્રિત કરો અને અમારી પ્રતિયોગિતા પૃષ્ઠ પરની પુસ્તકસૂચિમાં
   
<https://meta.wikimedia.org/wiki/Indic_Wikisource_Proofreadthon_August_2021/Book_list>
   ઉમેરો. તમારે અહીં
   
<https://meta.wikimedia.org/wiki/Indic_Wikisource_Proofreadthon_August_2021/Book_list>
   વર્ણવેલી પ્રકાશન અધિકાર માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ. પુસ્તક શોધ્યા પછી
   તમારે પુસ્તકના પાનાં તપાસવા જોઈએ અને <pagelist/> બનાવવું જોઈએ.


   - *સ્પર્ધકો*: જો તમે આ આયોજનમાં ભાગ લેવા ઇચ્છો છો તો કૃપા કરીને સહભાગી
   
<https://meta.wikimedia.org/wiki/Indic_Wikisource_Proofreadthon_August_2021/Participants>
   વિભાગમાં તમારા નામના હસ્તાક્ષર કરો.


   - *સમીક્ષક*: કૃપા કરીને તમારી જાતને આ પ્રૂફરીડથોનના વહીવટકર્તા/સમીક્ષક
   તરીકે પ્રોત્સાહન આપો અને અહીં
   
<https://meta.wikimedia.org/wiki/Indic_Wikisource_Proofreadthon_August_2021/Participants#Administrator/Reviewer>
   તમારી દરખાસ્ત ઉમેરો. વહીવટકર્તા/સમીક્ષકો આ પ્રૂફરીડથોનમાં ભાગ લઈ શકે છે.


   - *સોશિયલ મીડિયા કવરેજ*: હું ઇન્ડિક વિકિસોર્સ સમુદાયના તમામ સભ્યોને
   વિનંતી કરીશ, કૃપા કરીને તમામ સોશિયલ મીડિયા ચેનલોમાં સમાચાર ફેલાવો, અમે
   હંમેશાં તમારા વિકિપીડિયા/વિકિસ્ત્રોતને તેમની સાઇટનોટિસનો ઉપયોગ કરવા
   સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ. અલબત્ત, તમારે તમારી પોતાની વિકિસ્રોત સાઇટ
   નોટિસનો પણ ઉપયોગ કરવો જોઈએ.


   - *પુરસ્કાર*: CIS-A2K દ્વારા કેટલાક એવોર્ડ/ઇનામ આપવામાં આવી શકે છે.


   - *પ્રૂફરીડ અને પ્રમાણિત પાનાં ગણવાની રીત*: :ઇન્ડિક વિકિસોર્સ કોન્ટેસ્ટ
   ટૂલ્સ <https://indic-wscontest.toolforge.org/>


   - *સમયગાળો*: ૧૫ ઓગસ્ટ ૨૦૨૧ ૦૦.૦૧ થી ૩૧ ઓગસ્ટ ૨૦૨૧ ૨૩.૫૯ (ભારતીય માનક સમય)


   - *નિયમો અને માર્ગદર્શિકા*: મૂળભૂત નિયમો અને માર્ગદર્શિકા આ
   
<https://meta.wikimedia.org/wiki/Indic_Wikisource_Proofreadthon_August_2021/Rules>
   પ્રમાણે છે.


   - *ગુણ*: ગુણાંક પદ્ધતિનું અહીં
   
<https://meta.wikimedia.org/wiki/Indic_Wikisource_Proofreadthon_August_2021/Rules#Scoring_system>
   વિસ્તારથી વિવરણ આપવામાં આવ્યું છે.

હું ખરેખર આશા રાખું છું કે મોટી સંખ્યામાં ઇન્ડિક વિકિસ્ત્રોત સંપાદકો આ
કાર્યક્રમમાં સહભાગી થશે.

આભાર.
જયંતનાથ
વિકિસ્રોત કાર્યક્રમ અધિકારી, CIS-A2K
_______________________________________________
Wikipedia-gu mailing list -- wikipedia-gu@lists.wikimedia.org
To unsubscribe send an email to wikipedia-gu-le...@lists.wikimedia.org

Reply via email to